Saturday, April 15, 2006

તુમ બિન...

તુમ બિન...

તેને ભૂલી જવુ કેમ મૂશ્કેલ લાગે છે?
નક્કી ક્યારેક તેને ચાહેલ લાગે છે.

બેઠો છું તેના ઇંતઝાતરમાં હું અને
વાગી જાણે કે ડોરબેલ લાગે છે.

માંગે છે 'નયા સર્ફ એક્સેલ' દિલ ધોવાને
સ્મરણો કોઇના જામેલ લાગે છે.

કાચા તાંતણે બંધાયેલ હતા
એ સંબંધો હવે જેલ લાગે છે.

ભૂખ્યું છે દિલ પ્રેમ, ભાવ અને દોસ્તી માટે
પણ શબ્દો તેના મને ગોખેલ લાગે છે.

મિત્રોના મિથ્યા મ્હેણાંઓ સાંભળીને
શત્રુઓને સહેવા સહેલ લાગે છે.

ચણ્યા'તા આશાના મિનારા જેના પર
તે હવે પત્તાનો મહેલ લાગે છે.

નિરાશાની આ અંધારી નિશામાં
સમણાઓ પણ સામેલ લાગે છે.

પહેલા જેવું હવે ક્યાં લખાય પણ છે, મનિષ !
'તુમ બિન' શબ્દો પણ વંઠેલ લાગે છે.

Thursday, April 06, 2006

સમણું

સમણું

દિન-પ્રતિદિન થતુ બમણું
મારું એક નાનું નમણું સમણું...

પાંપણના દરવાજે પ્હોંચીને
ડોરબેલ વગાડતું સમણું...

રોજ નીંદ્રારાણીની મહેફીલમાં
અવનવા આકાર લેતુ સમણું...

આંખોની કીકીઓમાં સપ્તરંગી
પ્રતીબીંબ પાડતુ તે સમણું...

કલ્પનાના રંગે, આશાને સંગે
અજાયબ દુનિયામાં લઈ જતુ સમણું...

અને ઊંઘ ઉડતા જ આંખોના
બધા બંધ છલકાવી દેતુ સમણું...

કવિઓને કંઇ કેટલીયે
કવિતાઓ લખાવતું સમણું...

ઉમળકાનાં ઉછળતા સાગરમાં
લહેર લહેર લહેરાતું સમણું...

પણ કઠોર હકીકતનાં ખડકો સાથે
અથડાતું, વીખેરાઈ જતુ સમણું...

મળે રોજ તો પણ કેવું
લાગે જાણે કે, પરાયું સમણું...

અથાક પ્રયત્નો માટે ઉત્સાહ
આશા ભર્યા મૃગજળ પાતું સમણું...

જિંદગી પુરી થઈ જતી પણ
રહી જતુ અધુરું સમણું...

ક્યારેક, ક્યાંક, કદાચ ભુલથી
હકીકત બની જતું સમણું...

ત્યારે દીવસ રાતનો ભેદ
ભૂલાવતું, મિટાવતું સમણું...

પરીશ્રમનાં પ્રસ્વેદબિંદુઓમાં
ઝીલાઇને મુસ્કારાતું સમણું...

પણ પછી જીવનને
ધ્યેયહીન કરી દેતું સમણું...

મનમાં ઉઠતો એક જ સવાલ્
ક્યાં ગયું, મારું એ સમણું?

સમણું એ સમણું હોય તો જ
યોગ્ય લાગતુ સમણું...

નીંદ્રાના આરે, મનિષની શુભેચ્છાઓને સહારે
આવે તમને પણ કોઇ મધુરું સમણું.

'એ' - ગુલાબ

'એ' - ગુલાબ

મારી આ કવિતાનું પ્રેરક છે બગીચાનું એ ગુલાબ
મદમસ્ત મઘમઘતી સુરભિથી છલકતું એ ગુલાબ
કોઈ માસુમ બાળકનાં રતુંબડા ગાલ જેવુ એ ગુલાબ
શિયાળાની સવારે ઝાકળબિન્દુથી તગતગતું એ ગુલાબ
સુર્યનાં કોમળ કીરણોમાં ઝળહળતું એ ગુલાબ
વર્ષામાં ભીંજાયેલી કોઇ તરુણીન રૂપ જેવુ એ ગુલાબ

પણ...

'એ' નું આગમન થતા જ ઝંખવાઇ ગયું તે ગુલાબ
'એ' સમીપ ગયા ને જાણે છોભીલું પડી ગયું તે ગુલાબ
'એ' નો મૃદુ સ્પર્શ થતાં જ શરમાય ગયું તે ગુલાબ
'એ' ની સાદગીસભર સુંદરતા સામે ઝુકી ગયું તે ગુલાબ
ન પરી ન અપ્સરા છતાં, 'એ' નાથી હારી ગયું તે ગુલાબ
કહો કહો, મનિષની કલ્પનાનું કોણ 'એ'? સુમધુર ગુલાબ.

Saturday, April 01, 2006

દિન હુવા બિગીન

દિન હુવા બિગીન

દિન હુવા બિગીન. ક્યારે?
રેડીયો સીટી પર વસંતી 'ગુડ મોર્નિંગ' કહે ત્યારે?
દૂધવાળો દૂધ આપવા આવે ત્યારે?
છાપાવાળો છાપુ નાખી જાય ત્યારે?
કૂકડાનું કૂકડે કૂક થાય ત્યારે?
ઉષાના અવનવા રંગો ફેલાય ત્યારે?
તાજા તાજા રંગબેરંગી ફૂલો ખીલે ત્યારે?
અચ્છા, મંદીરમાં આરતી થાય ત્યારે?

તો પછી ક્યારે?
અપને દીલ સે પૂછો...
દિન હુવા બિગીન

જ્યારે આપણે ઉંઘમાંથી જાગી જઇએ...
જ્યારે કામ કરવા માટે, ઉત્સાહ્, ઉમગ થનગને...
જ્યારે જીવનને યોગ્ય દિશા મળે...
જ્યારે સારા વિચારોની સુવાસ દીલ માં મઘમઘે...
જ્યારે મન મંદીરમાં પ્રભુ પ્રગટે

દિન હુવા બિગીન
કભી ભી, કહીં ભી...

કીપ સ્માઇલીંગ

કીપ સ્માઇલીંગ

રોજ રોજ સૂરજને ગુડ મોર્નીગ કહી જીવીએ છીએ
વ્હાલા પ્રભુ ને સુબહ સુબહ પ્રાર્થના કરી જીવીએ છીએ...

કાનનું મટકું ય માર્યા વગર રેડીયો સીટી સાંભળિએ છીએ
જીવનની વસંતમાં ટહૂકાઓ કરી જીવીએ છીએ...

ભૂતકાળની દોરી પકડીને, ભાવિ ની ચિંતા છોડીને
સમય સાથે તાલ મેળવીને જીવીએ છીએ...

આંખોમાં બહુ બધા સુમધુર સમણાઓ સજાવીએ છીએ
તેમને સાચા બનાવવાનો પરીશ્રમ કરી જીવીએ છીએ...

જુવોને કાગળ પર કમળના ચિતરડા દોરીએ છીએ
ઇચ્છાનાં દરબાર માં મહારાણી બની જીવીએ છીએ...

અમે તો ફૂલો સાથે, તિતલીઓ સાથે દોસ્તી કરીએ છીએ
જીવનને મીઠી યાદોનાં ગુલદસ્તાથી સજાવીને જીવીએ છીએ...

પત્રોમાં, ઈ-મેઇલ માં
સિગ્નેચરની પહેલા 'કીપ સ્માઇલીંગ' લખીએ છીએ
મિત્રોને બે-ત્રણ ટૂચકાઓ કહીને જીવીએ છીએ...

બસ, જીવવાનું આવું ગાડું સાહસ કરીને જીવીએ છીએ
એ સાહસમાં શ્રીનાથજી બાવા ને વંદી ને જીવીએ છીએ...