Saturday, April 15, 2006

તુમ બિન...

તુમ બિન...

તેને ભૂલી જવુ કેમ મૂશ્કેલ લાગે છે?
નક્કી ક્યારેક તેને ચાહેલ લાગે છે.

બેઠો છું તેના ઇંતઝાતરમાં હું અને
વાગી જાણે કે ડોરબેલ લાગે છે.

માંગે છે 'નયા સર્ફ એક્સેલ' દિલ ધોવાને
સ્મરણો કોઇના જામેલ લાગે છે.

કાચા તાંતણે બંધાયેલ હતા
એ સંબંધો હવે જેલ લાગે છે.

ભૂખ્યું છે દિલ પ્રેમ, ભાવ અને દોસ્તી માટે
પણ શબ્દો તેના મને ગોખેલ લાગે છે.

મિત્રોના મિથ્યા મ્હેણાંઓ સાંભળીને
શત્રુઓને સહેવા સહેલ લાગે છે.

ચણ્યા'તા આશાના મિનારા જેના પર
તે હવે પત્તાનો મહેલ લાગે છે.

નિરાશાની આ અંધારી નિશામાં
સમણાઓ પણ સામેલ લાગે છે.

પહેલા જેવું હવે ક્યાં લખાય પણ છે, મનિષ !
'તુમ બિન' શબ્દો પણ વંઠેલ લાગે છે.

Thursday, April 06, 2006

સમણું

સમણું

દિન-પ્રતિદિન થતુ બમણું
મારું એક નાનું નમણું સમણું...

પાંપણના દરવાજે પ્હોંચીને
ડોરબેલ વગાડતું સમણું...

રોજ નીંદ્રારાણીની મહેફીલમાં
અવનવા આકાર લેતુ સમણું...

આંખોની કીકીઓમાં સપ્તરંગી
પ્રતીબીંબ પાડતુ તે સમણું...

કલ્પનાના રંગે, આશાને સંગે
અજાયબ દુનિયામાં લઈ જતુ સમણું...

અને ઊંઘ ઉડતા જ આંખોના
બધા બંધ છલકાવી દેતુ સમણું...

કવિઓને કંઇ કેટલીયે
કવિતાઓ લખાવતું સમણું...

ઉમળકાનાં ઉછળતા સાગરમાં
લહેર લહેર લહેરાતું સમણું...

પણ કઠોર હકીકતનાં ખડકો સાથે
અથડાતું, વીખેરાઈ જતુ સમણું...

મળે રોજ તો પણ કેવું
લાગે જાણે કે, પરાયું સમણું...

અથાક પ્રયત્નો માટે ઉત્સાહ
આશા ભર્યા મૃગજળ પાતું સમણું...

જિંદગી પુરી થઈ જતી પણ
રહી જતુ અધુરું સમણું...

ક્યારેક, ક્યાંક, કદાચ ભુલથી
હકીકત બની જતું સમણું...

ત્યારે દીવસ રાતનો ભેદ
ભૂલાવતું, મિટાવતું સમણું...

પરીશ્રમનાં પ્રસ્વેદબિંદુઓમાં
ઝીલાઇને મુસ્કારાતું સમણું...

પણ પછી જીવનને
ધ્યેયહીન કરી દેતું સમણું...

મનમાં ઉઠતો એક જ સવાલ્
ક્યાં ગયું, મારું એ સમણું?

સમણું એ સમણું હોય તો જ
યોગ્ય લાગતુ સમણું...

નીંદ્રાના આરે, મનિષની શુભેચ્છાઓને સહારે
આવે તમને પણ કોઇ મધુરું સમણું.

'એ' - ગુલાબ

'એ' - ગુલાબ

મારી આ કવિતાનું પ્રેરક છે બગીચાનું એ ગુલાબ
મદમસ્ત મઘમઘતી સુરભિથી છલકતું એ ગુલાબ
કોઈ માસુમ બાળકનાં રતુંબડા ગાલ જેવુ એ ગુલાબ
શિયાળાની સવારે ઝાકળબિન્દુથી તગતગતું એ ગુલાબ
સુર્યનાં કોમળ કીરણોમાં ઝળહળતું એ ગુલાબ
વર્ષામાં ભીંજાયેલી કોઇ તરુણીન રૂપ જેવુ એ ગુલાબ

પણ...

'એ' નું આગમન થતા જ ઝંખવાઇ ગયું તે ગુલાબ
'એ' સમીપ ગયા ને જાણે છોભીલું પડી ગયું તે ગુલાબ
'એ' નો મૃદુ સ્પર્શ થતાં જ શરમાય ગયું તે ગુલાબ
'એ' ની સાદગીસભર સુંદરતા સામે ઝુકી ગયું તે ગુલાબ
ન પરી ન અપ્સરા છતાં, 'એ' નાથી હારી ગયું તે ગુલાબ
કહો કહો, મનિષની કલ્પનાનું કોણ 'એ'? સુમધુર ગુલાબ.

Saturday, April 01, 2006

દિન હુવા બિગીન

દિન હુવા બિગીન

દિન હુવા બિગીન. ક્યારે?
રેડીયો સીટી પર વસંતી 'ગુડ મોર્નિંગ' કહે ત્યારે?
દૂધવાળો દૂધ આપવા આવે ત્યારે?
છાપાવાળો છાપુ નાખી જાય ત્યારે?
કૂકડાનું કૂકડે કૂક થાય ત્યારે?
ઉષાના અવનવા રંગો ફેલાય ત્યારે?
તાજા તાજા રંગબેરંગી ફૂલો ખીલે ત્યારે?
અચ્છા, મંદીરમાં આરતી થાય ત્યારે?

તો પછી ક્યારે?
અપને દીલ સે પૂછો...
દિન હુવા બિગીન

જ્યારે આપણે ઉંઘમાંથી જાગી જઇએ...
જ્યારે કામ કરવા માટે, ઉત્સાહ્, ઉમગ થનગને...
જ્યારે જીવનને યોગ્ય દિશા મળે...
જ્યારે સારા વિચારોની સુવાસ દીલ માં મઘમઘે...
જ્યારે મન મંદીરમાં પ્રભુ પ્રગટે

દિન હુવા બિગીન
કભી ભી, કહીં ભી...

કીપ સ્માઇલીંગ

કીપ સ્માઇલીંગ

રોજ રોજ સૂરજને ગુડ મોર્નીગ કહી જીવીએ છીએ
વ્હાલા પ્રભુ ને સુબહ સુબહ પ્રાર્થના કરી જીવીએ છીએ...

કાનનું મટકું ય માર્યા વગર રેડીયો સીટી સાંભળિએ છીએ
જીવનની વસંતમાં ટહૂકાઓ કરી જીવીએ છીએ...

ભૂતકાળની દોરી પકડીને, ભાવિ ની ચિંતા છોડીને
સમય સાથે તાલ મેળવીને જીવીએ છીએ...

આંખોમાં બહુ બધા સુમધુર સમણાઓ સજાવીએ છીએ
તેમને સાચા બનાવવાનો પરીશ્રમ કરી જીવીએ છીએ...

જુવોને કાગળ પર કમળના ચિતરડા દોરીએ છીએ
ઇચ્છાનાં દરબાર માં મહારાણી બની જીવીએ છીએ...

અમે તો ફૂલો સાથે, તિતલીઓ સાથે દોસ્તી કરીએ છીએ
જીવનને મીઠી યાદોનાં ગુલદસ્તાથી સજાવીને જીવીએ છીએ...

પત્રોમાં, ઈ-મેઇલ માં
સિગ્નેચરની પહેલા 'કીપ સ્માઇલીંગ' લખીએ છીએ
મિત્રોને બે-ત્રણ ટૂચકાઓ કહીને જીવીએ છીએ...

બસ, જીવવાનું આવું ગાડું સાહસ કરીને જીવીએ છીએ
એ સાહસમાં શ્રીનાથજી બાવા ને વંદી ને જીવીએ છીએ...

Thursday, March 30, 2006

મેરા ઉનસે યહી સવાલ હૈ |

મેરા ઉનસે યહી સવાલ હૈ |

કહેતે હૈ ના આપ, કિ -
પૂછો જો પૂછના હૈ |
પર સવાલ સુનતે હિ.... દેખો દેખો
શર્મ કે મારે ગાલ લાલ લાલ હૈ |
ક્યોઁ ?

મેરા ઉનસે યહી સવાલ હૈ |

જબ સે દેખ હૈ આપ કો...
હમે ના ચૈન ના કરાર હૈ |
ક્યા આપ કે દીલ ક ભી
યહી હાલ હૈ ?

મેરા ઉનસે યહી સવાલ હૈ |

એક જમાને મૈઁ... યહ દીલ...
અપના હુવા કરતા થા |
ઉસે ક્યોં નજરો સે કીયા હલાલ હૈ ?
મેરા ઉનસે યહી સવાલ હૈ |

હર પલ... હર જગહ...
આપ હિ આપ નજર આતે હૈ...
યહ નઝ્મ હૈ ?
યા ફીર
આપ કી યાદોઁ ને કીયા કમાલ હૈ?

મેરા ઉનસે યહી સવાલ હૈ |

ના હમ શાહરુખ હૈ, ના હિ હૈ હમ ઋતવીક્...
હમ તો અપને આપ મૈં લા-જવાબ હૈ |
વૈસે...
મેરે બારે મૈન આપ કા ક્યા ખયાલ હૈ ?

મેરા ઉનસે યહી સવાલ હૈ |

આપ પૂછેન્ગે જરુર્, યહ પઢકર, મુજ સે કી -
યહ સબ ક્ય બબાલ હૈ?
પર યારોઁ મેરે...
ક્ય જવાબ દેઁ મનિષ ઉનકા ?
ક્યોં કિ -
મેરા ઉનસે યહી સવાલ હૈ |

બસ

મેરા ઉનસે યહી સવાલ હૈ |
મેરા ઉનસે યહી સવાલ હૈ |
મેરા ઉનસે યહી સવાલ હૈ |

હાર્ટ પ્રોટોકોલ

હાર્ટ પ્રોટોકોલ

એ વણદીઠેલ સપનું.....
એ ધૂળમાં પડેલ કોઇનાં પગલા.....
એ ન બોલાયેલા શબ્દો.....
એ ન કહેવાયેલ વાત.....
એ વણ સાંભળેલ દીલની ધડકન.....
એ વણ અડેલ સ્પર્શનો મધુર અહેસાસ.....

એ ક્યાંય ન હોય આસપાસ.....
અને છતાંય એની હાજરી વર્તાય ચોપાસ.

એ ન સહેવાય એવું દર્દ.....
અને ન જીરવાય તેવી વ્યથા.....

એ ન સમજાય તેવી બાબત.....
અને છતાંય.....
અને છતાંય મહેસૂસ થઈ શકે.....
હ્રદયની ભીતરમાં.....
ઉંડે ઉંડે.....

બીટ ટુ બીટ, ઇન ઓર્ડર ડીલીવરી ઓફ ડાટા
બાય
કનેક્ષન ઓરીએન્ટેડ, રીલાયેબલ
હાર્ટ પ્રોટોકોલ

એવું છે એમને?

એવું છે એમને?

નથી સમજાતું આસું નું બંધારણ જેમને...
સોપ્યું'તુ અમે હૈયુ ભૂલમાં તેમને.
એવું છે એમને?

મૃદુ લાગણીઓનાઅ ખૂન સબબ્...
મળી છે સજા એકલતાની તેમને.
એવું છે એમને?

ના લીલાસ, ના ભીનાશ ના કૂમાશ...
નથી લાગણીઓને કોઇ જ અવકાશ..
દીલ ને સ્થાને ક્રીસટલ ધબકે છે તેમને.
એવું છે એમને?

એ સંસ્મરણો, સ્પંદનો, યાદો...
દીલમાં પડેલા ઉઝરડાઓ રૂઝવવા કેમને?
એવું છે એમને?

આક્ષેપો, પુરાવાઓ અને સજા...
જે સાચું બોલે છે તેમને.
એવું છે એમને?

રૂંધ્યો છે જેમણે આત્માનો આર્તનાદ..
એ....ને લીલાલ્હેર છે તેમને.
એવું છે એમને?

નિરાશાનાં આ સૂકાભઠ્ઠ રણમાં...
સમણાંનાં છોડને ઉછેરૂ કેમને?
એવું છે એમને?

ના મઝિંલ, ના દિશા, ના રસ્તો...
તો યે રખડું ચરણ ગયા શોધવા તેમને.
એવું છે એમને?

નહીં તો સાવ આવું ના હોય મનિષ
લાગે છે કે, લાગી છે નજર કોઇની બુરી તેમને
એવું છે એમને?

સિગ્મા

સિગ્મા

સિગ્મા એટલે સરવાળો

ખબર નથી પડતી ક્યા અર્થમાં વખાણે છે આ કોલેજને ઇન્ડીયન એક્શપ્રેસ વાળો...
એ વખાણ તો મને લાગે છે ઉજળા દેખાતા કાળા અક્ષરોનો સરવાળો

આ કોલેજની સ્થાપનામાં છે ધર્મસિંહ દેસાઇનો ખૂબ ખૂબ ફાળો...
પણ તેમનાં ગળે શોભતો હાર માંગે છે તાજા પુષ્પોનો સરવાળો

અહીં ની હાર્ડવેર લેબ માં છે એકાદ - બે ચાલતા પી.સી.ઓનો ફાળો...
એ પી.સી. પણ બિજું કંઇ નથી, છે માત્ર વાઇરસના રહેઠાણોનો સરવાળો.

આ ઇન્ટરનલ પરીક્ષાઓથી વિદ્યાર્થી બને છે માત્ર પુસ્તકિયા જ્ઞાનવાળો...
એટલુ જ નહીં, ટીચીંગ પિરિયડ માં થાય છે ત્રણ વીકની નુકસાનીનો સરવાળો.

વિદ્યાર્થી પાસે પ્રેકટીકલ નોલેજ તો છે જ નહીં. છે માત્ર થિયરેટીકલ નોલેજનો ફાળો...
કેમ કે,
ઈલેક્ટ્રોનિક્સની લેબ છે માત્ર નોન-વર્કીન્ગ ઇનસ્ટ્રુમેન્ટ્સનો સરવાળો.

નોટીસબોર્ડની બાજુનાં સ્વીચબોર્ડમાં છે એક પંખીનો માળો...
પીવાનાં પાણી માટે છે અહીં સતત લીક થતાં નળનો સરવાળો.

અને પાણી પીવાનાં સ્થળે છે થોડી - ઘણી સ્વછતાનો ફાળો...
જેન્ટ્સ ટોયેલેટમાં પણ મિથ્યા મહેનત કરે છે વ્હાઈટ વોશવાળો

લાઇબ્રેરી નવી છે પણ તેમાં છે જુના મેગેઝીનોનો ફાળો...
અને નોટીસબોર્ડ એટલે અનેક જુની આઉટ-ડેટેડ નોટીસોનો સરવાળો.

લાઇબ્રેરીની ઉપર રીડીંગ હોલમાં છે લાઇટ - ફેન વગરની છતનો ફાળો...
એ રીડીંગ હોલ બીજું કંઇ નથી, છે માત્ર જર્નલ્સ ઉતારનારાઓનો સરવાળો.

એક સેમેસ્ટર પસાર થાય તેમાં હોય છે રેમેડીયલ અને રી-રેમેડીયલનો ફલો...
કહે 'અભિયાન' ડી.ડી.આઇ.ટી. તો છે શાળાઓનેય શરમાવે એવા શિસ્તનો સરવાળો.

દરેકનાં દીલમાં હોય છે મીસ્ટર કે મીસ ડી.ડીઆઇ.ટી. બનવાના અરમાનોનો ફાળો...
પણ પછી થાય છે ફિયાસ્કો, હતાશા અને નિરાશાનો સરવાળો.

નડિ નડિ ને યાદ દેવડાવે તે હોય છે નડિયાદવાળો...
મળે છે શૂન્ય, જ્યારે કરું છું સુખ દુ:ખનો સરવાળો.

પણ...

એ જ નડિયાદ - અમારી કર્મભૂમી - જેનો છે અમારા જિવનઘડતરમાં મહત્વનો ફાળૉ...
તો શું થયુ કે જો ડી.ડી.આઇ.ટી. એટલે દરેક દિવસે ઇન્ટરનલનાં ટેન્સનનો સરવાળો.

આઇ.આઇ.ટી., આઇઆઇ.એમ્.,આઇ.ઓ.વા.,આઇ.આઇ.એસ.સી. બધે જ પહોંચી જશે આ ડી.ડી.આઇ.ટી. વાળો...
કુરુક્ષેત્રનાં અજુર્નની જેમ દરેક ક્ષેત્રે કરીશું આપણે સફળતાઓનો સરવાળો.

હ્રદયનાં પ્રત્યેક ધબકારમાં છે એક નવી આશા, નવ જ ઉમંગનો ફાળો...
કે, સખત પરીશ્રમ દ્યારા અમે કરીશું સાકાર સ્વપ્નોનો સરવાળો.

આવી લાંબી કવિતાનો શ્રોતા જરૂર છે કોઇ ધીરજવાળો...
બાકી મનિષ, આ કવિતા બીજુ કંઇ નથી, છે માત્ર પી.સી.ઓનો સરવાળો.

ગુલાબ જળનું પાણી

ગુલાબ જળનું પાણી

માત્ર ગુલાબ જળનું જ પાણી હોય છે એમ નથી,
સર્કલ પણ રાઉન્ડ દોરાય છે...

ક્રિકેટ ટીમમાં બધા ઓલ આઉટ થઇ જાય પછી
ભવિષ્ય માટે ફ્યુચર પ્લાન બનાવાય છે...

જ્યારે બેડ લક જ ખરાબ હોય,
ત્યારે ભૂલમાં મીસ્ટેક થાય છે...

આવી ભૂલમાં થતી મીસ્ટેક્સ
ફરી ફરીને રીપીટ થાય છે...

વીન્ડોઝ એની મેળે જ ઓટોમેટીકલી ક્રેશ થાય છે.
અને તેને ફરીથી રી-સ્ટાર્ટ કરાય છે...

આ બધામાં વચ્ચે જ ઇનટ્રપટ આવવાથી
કાવ્ય (???) ધ એન્ડ પર પુરું થાય છે..

મુક્તકેશી

મુક્તકેશી


આ કાંઇ કવિતા નથી.
પ્લીઝ,
આને તમે કવિતા ના કહેશો.
હો ને...
તો પછી શું કહેશો?
અરે...અરે આ તો છે...

આ તો છે મગજમાંથી ખસતી
જ નથી, એવી એક યુવતીની છબી.

જાણે કે, સ્વર્ગમાં અપ્સરા બનીને,
જવાનો વીઝા માંગતી કોઇ પરી.

આ તો છે ઘનઘોર રેશમી
કાળા કેશધારી કોઇક લાવણ્યમુર્તિ.

કોમળ હસ્તકમળથી નંબર ડાયલ કરી,
મોબાઇલ ફોન પર મુસ્કુરાતી રમણી.

જુવો તો ખરા...એ નયન રમ્ય મુખડાની,
સૌમ્યતા, સુંદરતા, દિવ્યતા અનોખી.

આમને આમ આંખોથી જ જામ પીવડાવી,
મદહોશ કરતી મધુશાલાની કોઇ પિયાલી.

આ તો છે શબ્દોની ક્ષમતાને,
પડકાર ફેંકતી કોઇ કલ્પના કવિની.

આ તો છે...આ તો છે...આ તો છે...
ઉપમાઓને હરાવી, માત કરી દેતી સુંદરી.

પણ આ કવિતા તો નથી જ્.
માટે
પ્લીઝ આને કવિતા ન કહેશો.
નહીં કહો ને?
થેન્ક્સ.

ગોવીંદે માંડી ગોઠડી...

ગોવીંદે માંડી ગોઠડી...

" બેઠો છું હું માંડીને કહેવા તમને વાત.
આજે સાંભળો મારા દીલનો તમે વલોપાત...

" નથી ભક્તિનો અવકાશ્, આજે ભક્તોએ
નગારા-વાદક યંત્રની કરી છે આયાત...

" નરક્નાં ડરથી અને સ્વર્ગની લાલચે
દસિયું ફગાવે, ને મને આવે છે દાંત...

" બોલે ભાવવિહીન શ્બદો યન્ત્રની જેમ
'તમે જ વિદ્યા, ધન, ભ્રાત, માત અને તાત...'

" લોકો દિવસભર છેતરે એક બીજાને
સવારમાં તેની મારાથી કરે શરૂઆત...

" કોઇ પ્રાથે દ્રવ્ય, ને કોઇ વળી સંતાન,
કોઇ માંગે સત્તા, થવું છે કોઇને પ્રખ્યાત...

" કાશ કોઈ માંગે ભક્તિ અને શક્તિ એવી
જેનાથી કરાય અંત્:શત્રુઓને મહાત...

" ઓમ કાર ઓમ ભગવતી ભવ દુ:ખ આપો આપો
જેથી સ્મરું હું તમને દિવસ ને રાત...

" મેં આપી તેમને સુખ, સંપત્તિ, સંતત્તિ
પણ તોયે લોકોને હજું ક્યાં છે નિરાંત? ...

" લઉં છું હું આશ્વાસન એક જ વાતનું,
ગમે તે કાજે પણ ભક્તો લે છે મૂલાકાત...

" છે મને એવા ભક્તની તલાશ, જે માંગે
ત્યાગ, સેવા, સંયમ, સદબુદ્ધી તણી મિરાંત...

" ભાવ ભરેલ હૈયે કોઇ ભક્ત આવે કાશ
ક્યારેક તો ઉગશેને? સોનેરી એ પ્રભાત્..

" મનિષ્, તમે કેમ રોકી દીધી કલમ્?
હજું તો મારી આદરી અધૂરી છે વાત...

દીલ હૈ છોટા સા છોટી સી આશા...

દીલ હૈ છોટા સા છોટી સી આશા...

માર દીલમાં છે એક જ આશ,
એવી કોઇ કવિતા હોય કાશ...
જેમાં ન હોય છંદ ન અલંકાર ન પ્રાસ...
જેમાં હોય હ્રદય ની સુકોમળ લાગણીની ભીનાશ...
જેમાં દીલનાં સ્પંદનો વ્યક્ત કરવા હોય મોકળાશ...
જેમાં શબ્દો અને ભાવો રમતા હોય રાસ...

માર દીલમાં છે એક જ આશ,
એવી કોઇ સ્થળ હોય કાશ...
કે જ્યાં આનંદ જ આનંદ હોય આસપાસ...
જ્યાં મનુષ્યની લાગણીઓને હોય અવકાશ...
થાક્યો પાક્યો માણસ જ્યાં 'હાશ'
જ્યાં રસ્તો પહોંચે મંઝિલની પાસ.

માર દીલમાં છે એક જ આશ,
એવી કોઇ સમય હોય કાશ...

કે, ન થાય કોઇ ગરીબ્-લાચાર નો ઉપહાસ
ન હોય કોઇ માલિક કે ન કોઇ દાસ
જ્યારે ન થાય માનવીય મૂલ્યોનો હ્રાસ
જ્યારે મનુષ્યનાં દીલમાં ન રહે સંક્ળાશ

છે મને આવા સ્થળ અને સમયની તલાસ
શું મનિષ ની આ આશ પુરી કરશે અવિનાશ ?

શબરી

શબરી

ચહેરા પર કરચલીઓ અને ધોળ વાળ તમામ છે.
લાકડીના ટેકે ડગુમગુ કૃશ કાયાની જિવાદોરી રામ છે.

આતુરતાભરી મીટ એ જ તો એમનો રોજિંદો વ્યાયામ છે
હાથની છાજલી નીચે ઝુરતી આંખોની ઝંખના રામ છે.

ડૂબતો સુરજ પણ એને મન આશાનો પૈગામ છે.
કે, "આવતીકાલે તો અવશ્ય આવવાના મારા રામ છે."


વીચલીત કરવામાં એને ખુદ નીરાશા નાકામ છે.
શબરી એ તો શ્રધાસભર ઇંતઝારનુ નામ છે.

એઠાં બોરનાં બજારમાં ક્યાં કદી ઉપજતા દામ છે?
પણ તેમાં જગતભરની મીઠાશન ઠલવાયા ઠામ છે.

ભક્તિભાવથી છલકાતુ એમનુ હૈયું જ રામનું ધામ છે.
શ્રધા-અધીરાઇ-ધીરજના એ પ્રયાગ ને મનિષનાં લાખો સલામ છે.

બટેકુ છોલતી પ્રીયા...

કૂકરમાં કરેલી તપર્સ્ચ્ર્યાને અન્તે
બટેકાનુ સદ્ભાગ્ય ખૂલી જાય છે.

પ્રિયાના કરકમલના મૃદુ સ્પર્શે
બટેકુ રોમાચિંત થઈ જાય છે.

નેઇલપોલિસથી રંગાયેલ નખથી
બટેકાની છાલ ઉતરી જાય છે.

પછી પ્રિયના વરદ હસ્ત દ્વારા
તે છાલ ફાટી જાય છે.

પ્રિયાનો સુકોમળ કર ભૂલથી
બટેકાને સ્પર્શી જાય છે.

પ્રિયાના લિપસ્ટીકથી રંગાયેલા
હોઠ લંબગોળ થાય છે.

અને પ્રિયાના મુખારવિંદમાથી
સિસકારો નીકળી જાય છે.

ગુસ્સો, અણગમો અને વેદના
ચહેરા પર છવાય જાય છે.

આગળ ધસી આવતી જુલ્ફો
એક ઝાટકે દૂર હટાવાય છે.

એ રૂપ ઘડીભર મને કવિતા
લખવાનું ભૂલાવી જાય છે.

પ્રિયાની સુંદરતાના નવા જ
સ્વરૂપના દર્શન થાય છે.

ત્યાં તો,
અણસમજુ નાદાન બટેકાથી
ફરીથી ગુસ્તાખી થાય છે.

આ વખતે પ્રિયાની આંગળી
સીધી મોના શરણે જાય છે.

ક્ષણભર માટે બટેકાનું
વસ્ત્રાહરણ થંભી જાય છે.

સર્વ કાર્ય પ્રિયાની જે આંગળીના
ઇશારા માત્ર થી થાય છે

તે જ આંગળીને એક ક્ષુદ્ર
બટેકુ દઝાડી જાય છે.

દિલ ચાહતા હૈ...

ગુજરા હુવા જમાના આતા નહિ દુબારા

યાદે

દિલ ચાહતા હૈ...

આજે વર્ષો વીતી ગયા બાદ,
એવી ને એવી તાજી એ યાદ
એ થોડા થોડા હથોડા ઢુમ ઢુમ્,
અને એ બધી પી. સી. ઓ બેબુનિયાદ..

ઝેરોક્શોન ખડકલા આસપાસ્,
તેની વચ્ચે હાંફતુ આઇ.સી. ઝીંદાબાદ...

બિટ્વીન (યુ ટેલ અને યુસલેસ ફેલો),
ચમેલિના ડિફરન્ટ ડિફરન્ટ પ્રશ્નોની વણઝાર..

પ્રોક્શી પૂરાવી લેક્ચરો બન્ક કરી જે,
જમાવેલી મહેફિલ કેન્ટીનમા તે આવે યાદ

આર.કે.પી. ના મહા બોરિન્ગ સુદિર્ઘ પિરિયડ,
ઠુમર ન ક્લાસમા થતો ચોક નો વરસાદ
એ યાદ્ગર ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ અને પિક્નિક,
વણક્બોરીમા મનિષ ન રહ્યો કોઇને પણ યાદ
એ કદી ન ભુલાય તેવુ કલ્ચરલ વીક,
જ્યા જુવો ત્ય બસ આઈ. સી. નો તરખાટ

બિકોઝલી

{

ચેસ્, ટર્બ્યુલન્સ કે અન્તાક્ષરી,
હોય્, કે પછી હોય ડ્મ્બસરાડ

સાયન્સ ફેર અને આર્ટ એક્ઝીબીશનમા,
પણ આપણ જ પ્રોજેક્ટસનો ચળકાટ

ટેલેન્ટમા બચ્ચન્, ઈલેશ, પિન્કીના
ગીતોએ રંગ રાખ્યો આબાદ

બિલાડીના કોટે ઘન્ટ બાન્ધે તેવી,
'પંચમ્' નિ કવિતાઓ - 'ડિ.ડિઆઇ.ટી. મુર્દાબાદ'
}

{

કાજુની એ યાદગાર વિદાય પાર્ટી,
ઈડલી સાન્ભાર નો હજુ છે મોમા સ્વાદ

મેહુલની સોની સિસ્ટમને સંગ,
સદાડિયા ગરબા ગાવમા ઉસ્તાદ

}

બ્લેક બોર્ડ પર...

{

ઇલેશે લખેલી ઉર્મી સભર,
શાયરીઓનો આસ્વાદ

અને

રોજ રોજ ના કાઉન્ટડાઉન પછી,
આપણે સૌ થયા આઝાદ
}

આ બધુ ...
આ બધુ હજુ જાણે કે છે
ગ ઇ કાલ ની જ તો છે વાત...

એ થોડા થોડા હથોડા ઢુમ ઢુમ,
અને એ બધી પી. સી. ઓ બેબુનિયાદ
આજે વર્શો વીતી ગય બાદ,
એવી ને એવી તાજી એ યાદ ...
એવી ને એવી તાજી એ યાદ ...
એવી ને એવી તાજી એ યાદ.